સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં યુવતીઓ સાથે અશ્લિલ ઈશારા કરી ડાન્સ કરતા વેપારીઓનો વીડિયો વાયરલ થયો. ફાગોત્સવના નામે તમામ માન મર્યાદા નેવે મુકીને વેપારીઓ યુવતીઓ સાથે અશ્લિલ ડાન્સ કરતા નજરે પડ્યા. અશ્લિલ ડાન્સની સાથે રૂપિયાનો પણ વરસાદ કરતા વીડિયો વાયરલ થયા. ફિલ્મી ગીતો પર યુવતીઓ સાથે વેપારીઓ ઠુમકા લગાવતા નજરે પડ્યા. ટેક્સટાઈલ માર્કેટના આ વીડિયોને અન્ય વેપારીએ પણ વખોડી કાઢ્યા છે. હાલમાં જ શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં અનેક વેપારીઓ પાયમાલ થયા છે. ત્યારે આ વેપારીઓના અશ્લિલ ડાન્સના વાયરલ વીડિયોને લઈને ચારેય તરફથી ફિટકાર વરસી રહી છે. ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમએ પ્રતિક્રિયા આપી કે સભ્ય સમાજને ન શોભે તેવી અશ્લિલતા છે. સામાજિક અને કલ્ચરલ કાર્યક્રમો થવા જોઈએ. પરંતુ આવા કાર્યક્રમોમાં આ પ્રકારની અશ્લિલતા વેપારીઓને ન શોભે. આ પ્રકારનું વર્તન ન કરવા વેપારીઓને અપીલ..